Mon. Dec 16th, 2019

ચંદ્રયાન-2: ISROએ માન્યુ કે ચંદ્ર સાથે ટકરાતા વિક્રમ લેન્ડરને નુકસાન થયાનો ડર છે


એજન્સી, બેંગ્લુરુ: ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરને ઇસરોએ ચંદ્રની સપાટી પર શોધી કાઠ્યું છે. જો કે રવિવારે ઇસરો ચીફ કે સિવને આ અંગે જાણકારી આપતા જણાવ્યું કે જોતા લાગે છે કે વિક્રમ લેન્ડર સીધુ જ ચંદ્રની સપાટી સાથે ટકરાયું હશે. તેમણે સ્વીકાર્યું હતું કે, વિક્રમ લેન્ડર માટે પ્લાન કરેલી લેન્ડિંગ સોફ્ટ નથી રહી.

મીડિયા સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, હાં અમે ચંદ્રની સપાટી પર લેન્ડરને શોધી નાખ્યું છે, તે ચંદ્રની સપાટી સાથે ટકરાયું હોય તેમ લાગે છે.

આગળ જાણકારી આપતા ઇસરો ચીફે જણાવ્યું હતું કે, આ સંભાવનાને નકારી ન શકાય કે, ચંદ્રની સપાટી સાથે ટકરાવાથી લેન્ડરને નુકસાન નહી થયું હોય, કારણ કે ખગોળશાસ્ત્રીઓ પણ માને છે કે ઝડપ સાથે ચંદ્ર સપાટી સાથે વિક્રમ લેન્ડર ટકરાતા તેને નુકસાન થયું હશે. તેમના અનુમાન મુજબ લેન્ડરે નક્કી કરેલી ગતિએ ચંદ્ર પર લેન્ડિંગ ન કર્યું હોય અથવા તેના ચાર પર લેન્ડ ન પણ થયું હોય, જેના કારણે તેને ઝટકો લાગ્યો હશે અને નુકસાન પહોંચ્યુ હશે.

તેમણે જાણકારી આપી હતી કે રોવર પ્રજ્ઞાન હજુ પણ લેન્ડર વિક્રમની અંદર જ છે. આ બાબત ચંદ્રયાન-2ના ઓનબોર્ડ કેમેરા દ્વારા ખેંચવામાં આવેલી ફોટો પરથી જાણી શકાય છે. સાથે ઇસરો ચીફે જણાવ્યું કે,. ઓર્બિટર સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને સાચી દિશામાં કાર્યરત છે. તે ચંદ્રની પરિક્રમા કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: