Mon. Dec 16th, 2019

વડાપ્રધાન મોદી યુએસમાં ઉર્જા ક્ષેત્રના CEOsને મળ્યા, નવી તકોના ઉપયોગ માટે ચર્ચા કરી


એજન્સી: હ્યુસ્ટન સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા અમેરિકા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે રાત્રે હ્યુસ્ટન પહોંચ્યા હતા. એરપોર્ટ ઉપર ટ્રેડ એન્ડ ઈન્ટરનેશનલ અફેર્સના ડિરેક્ટર ક્રિસ્ટોફર ઓલ્સન અને અન્ય અધિકારીઓએ તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. મોદીએ અમેરિકાના એનર્જી સિટી ગણાતા હ્યુસ્ટનમાં વૈશ્વિક ઉર્જા કંપનીના 16 સીઈઓ મુલાકાત કરી હતી. ઉર્જા ક્ષેત્રે ભારત અને અમેરિકા વચ્ચે સહયોગનો વિસ્તાર વધારવાના ઉદ્દેશથી આ બેઠક યોજાઈ. ભારતીય પેટ્રોલિયમ કંપની પેટ્રોનેટે અમેરિકાની કુદરતી ગેસ (એલએનજી) કંપની ટેલ્યુરિયન સાથે વાર્ષિક 50 લાખ ટન એલએનજી આયાત કરવાની સમજૂતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. એમઓયુ મુજબ પેટ્રોનેટ ડ્રિફ્ટવુડ હોલ્ડિંગમાં રોકાણ કરશે, જેનેપગલે પેટ્રોનેટને પ્રોજેક્ટના પ્રથમ અને બીજા તબક્કામાં વર્ષે 50 લાખ ટન એલએનજી ખરીદવાનો હક મળશે. આ કરાર હેઠળ લેવડ દેવડ 31 માર્ચ 2020 સુધીમાં પૂર્ણ થશે.

Source: https://navgujaratsamay.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: