Mon. Dec 16th, 2019

અલ્પેશને ઓછા મત મળે કે હારે તેની પાછળ પણ ભાજપ જ જવાબદાર હશે


રાધનપુર પેટા ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે દરેક પક્ષોએ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. અપક્ષ ઉમેદવારોએ પણ જનસમર્થન મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે. જે અંતર્ગત પરમાભાઈ ચૌધરીએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. જેમાં ચૌધરી સમાજ અને અન્ય સમાજના લોકો હાજર રહ્યાં હતા અને પરમાભાઇ ચૌધરીને જીતાડવા સમર્થન આપ્યું હતું.

આમ તો પરમાભાઈ ભાજપના કાર્યકર્તા છે પરંતુ ભાજપે પક્ષ પલટો કરનાર અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવાનું નક્કી કરતા, નારાજ પરમાભાઈએ અંતે અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું છે. રાધનપુરમાં ચૌધરી મતદારોનો દબદબો છે, આ સીટ પર લગભગ 30 હજારથી વધારે ચૌધરી સમાજના લોકો છે

%d bloggers like this: