Mon. Dec 16th, 2019

‘જય બાબા રામદેવ’ની ધજા લહેરાવી ગુજરાતમાં ટ્રેક્ટરમાં દારૂની ખેપ મારતા બે ઝડપાયા


ડીસા: બનાસકાંઠાના ટેટોડા પાસે જય બાબા રામદેવ ધજા ફરકાવેલા નંબર વગરના ટ્રેક્ટરમાં મંડપની આડમાં છૂપાવીને લઈ જતા સાત લાખ રૂપિયાના વિદેશી દારૂને એલ.સી.બીએ ઝડપી લીધો હતો. એલ.સી.બી પોલીસે 7,10,400ના વિદેશી દારૂ,1000નો મોબાઈલ,9700નો મંડપ સામાન, 6 લાખની ટ્રેક્ટર ટ્રોલી મળી કુલ બે શખ્સોને ઝડપી લઈ બન્ને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અન્વયે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પદયાત્રીના વાહન જેવો ટ્રેક્ટરને ઘાટ અપાયો
અંબાજી ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે. ત્યારે ધાનેરાથી ડીસા તરફ જય બાબા રામદેવની ધજા ફરકાવી નંબર વગરનું ટ્રેક્ટર ટ્રોલીમાં મંડપનો સામાન ભરીને પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન ડીસાના ટેટોડા પાસે એલ.સી.બીના પી. એલ.વાઘેલા તથા એ.એ.ચૌધરીની સૂચનાથી સમગ્ર સ્ટાફે માર્ગ કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી. તેમાં નંબર વગરના ટ્રેક્ટર ટ્રોલીમાં મંડપ સમાનની આડમાં છુપાવેલો વિદેશી દારૂની 5340 બોટલો ઝડપી લીધી હતી.
7 લાખના દારૂ અને ટ્રેક્ટર સહિત 13 લાખનો મુદ્દામાલ જપ્ત
જય બાબા રામદેવ ધજા ફરકાવેલા ટ્રેક્ટર ટ્રોલીમાંથી 7,10,400નો વિદેશી દારૂ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. એલ.સી.બીએ મોબાઈલ, મંડપ સામાન ,ટ્રેક્ટર ટ્રોલી તેમજ દારૂની કિંમત મળી કુલ 13,21,100 ના મુદ્દામાલ સાથે સાથે ડાયારામ ઉકારામ મેઘવાળ રહે હરિયાલી સાંચોર તથા બાબુલાલ કેવલારામ માળી રહે.મામૂનનગર સાંચોર રાજસ્થાનને ઝડપી લઈ બન્ને વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ અન્વયે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

%d bloggers like this: