Mon. Dec 16th, 2019

ધાનેરા તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના પગલે રાજકીય ગરમાવો


ધાનેરા : બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે ગ્રામ પંચાયતના સરપંચ તેમજ વોર્ડના સદસ્યો માટેની સામાન્ય ચૂંટણી સાથે ખાલી પડેલ સાત ગામોની ગ્રામ પંચાયતના વોર્ડની ચૂંટણી માટે ગત ૨૩ સમપ્ટેમ્બરના રોજ જાહેરનામું બહાર પડતા આજે ઉમેદવારી નોંધવા માટે ઉમેદવારની ભારે ભીડ જોવા મળી હતી.ધાનેરા તાલુકાની બે ગ્રામ પંચાયત પર સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે. માલોત્રા ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી મોટા મેડા ગ્રામ પંચાયતનું વિભાજન થતા આ બે ગ્રામ પંચાયતમા સામાન્ય ચૂંટણી માટે સરપંચ તેમજ વોર્ડના સદસ્યો માટે ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે. ધાનેરા પ્રાંત અધિકારીની સૂચના મુજબ ધાનેરાના બે નાયબ મામલત દારની ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરી ધાનેરા જનસેવા કેન્દ્ર પર ચૂંટણી અધિકારી ધીરૂભાઈ પંચાલ મોટા મેડા ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયાની કામગીરી સાંભળશે. જયારે માલોત્રા તેમજ અન્ય પેટા ચૂંટણી માટેની કામગીરી ચૂંટણી અધિકારી ડી.કે.પટેલને સોંપાઈ છે. ધાનેરાની સાત ગ્રામ પંચાયતમા વોર્ડના સદસ્યો માટે પણ જાહેર નામું બહાર પડ્‌યું છે. જેમાં ખીમત, સબાવડી, મેવાડા, છીંડીવાડી,મોટી ડુંગડોલ, વાસડા સહિતની ગ્રામ પંચાયતમા ખાલી પડેલી વોર્ડની બેઠક માટે પણ આજથી ઉમેદવારી પત્રો લેવાની શરૂઆત કરાઈ છે. ધાનેરા તાલુકાની ગ્રામ પંચાયત ની ચૂંટણી ખુબ જ રસ પ્રસદ હોય છે. ખાસ કરીને માલોત્રા તેમજ મોટા મેડા ગામે સરપંચને લઈ ઉમેદવારો હાલ મેદાને પડ્‌યા છે. જેમાં મોટા મેડા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે કુલ ૮ વોર્ડ તેમજ સરપંચ માટે પર ચૂંટણી યોજાશે. જયારે માલોત્રા ગ્રુપ ગ્રામપંચાયત માં ફતેપુરા ગામનો પણ સમાવેશ હોવાથી અહીં કુલ ૧૨ વોર્ડ તેમજ સરપંચ માટે ચૂંટણી યોજાશે. ધાનેરા ચૂંટણી અધિકારી ડી કે પટેલે ચુંટણી પ્રક્રિયાની માહિતી આપતા જણાવ્યું હતું કે, આવનાર ૧૩ ઓક્ટોબરના રોજ મતદાન યોજાશે. જેની મતગણતરી ૧૫ ઓક્ટોબરેના યોજાશે

%d bloggers like this: