Wed. Jan 29th, 2020

પક્ષ પળટુ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહને આ બેઠક પર ચૂંટણી લડવા ભાજપની લીલીઝંડી


કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાના તેમની બેઠક પરથી ભાજપમાંથી ચૂંટણી લડશે. પેટા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરનું નામ રાધનપુર બેઠક પરથી અને ધવલસિંહ ઝાલાનું નામ બાયડ બેઠક પર પસંદ કરવામાં આવ્યું છે. ભાજપની પાર્લામેન્ટરી બૉર્ડ દ્વારા અલ્પેશન ઠાકોર અને ધવલસિંહ ઝાલાને લીલી ઝંડી આપવામાં આવી છે.

પેટા ચૂંટણીની તારીખો જાહેર થયા પહેલા એવી પણ ચર્ચા થઇ રહી હતી કે, ભાજપ અલ્પેશ ઠાકોરને રાધનપુરથી ચૂંટણી નહીં લડાવે અન્ય બેઠક પરથી ચૂંટણી લડાવશે ત્યારે પ્રદેશ અધ્યક્ષ જીતું વાઘાણીએ મીડિયા સામે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે, કોંગેસ છોડીને અને પ્રતિનિધિત્વ પાછું આપ્યું હોય તેમને પોતાના વિસ્તારમાંથી લડવાની ઈચ્છા અપેક્ષાઓ વધારે હોય ભૂતકાળમાં પણ આ બન્યું છે, જ્યાંથી જેમને રાજીનામું આપ્યું છે, ત્યાંથી જ તેઓ ચૂંટણી લડ્યા છે. મને એક છે કે, ક્યારેક અકારણ વિવાદ થતા હોય છે. સ્વભાવિક છે કે, કોઈ વ્યક્તિ પોતાનો મત વિસ્તાર છોડી, પોતાની પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો હોય ત્યારે તેમની પણ અપેક્ષા તેમના મત વિસ્તારમાંથી લડવાની હોય અને ત્યારે પાર્ટીનો પણ એ પ્રકારનો વ્યુ હોય છે.

આ ઉપરાંત અલ્પેશ ઠાકોરે એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, ગામડાઓનો સંપૂર્ણ વિકાસ કરવો છે. શિક્ષણ, આરોગ્યના તમામ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે આ નિર્ણય કર્યો છે. એટલે મારું રાધનપુર ‘આગવું રાધનપુર’ બને એ માટે મેં આ નિર્ણય કર્યો છે. મેં નિર્ણય કર્યો છે મારા લોકો માટે અને બે વર્ષ મેં જે સેવા કરી તેમાં લોકોની ઘણી અપેક્ષાઓ છે. મારું રાધનપુર ઈચ્છી રહ્યું છે કે, હું ત્યાથી ચૂંટણી લડું. લડીશ તો ત્યાં જ લડીશ હું, આ મારો મક્કમ નિર્ણય છે રાધનપુર જ લડવાનો છું તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

21 ઓક્ટોબરના રોજ યોજાનારી પેટા ચૂંટણીને લઇને હવે ભાજપે પણ ઉમેદવાર પસંદ કરવાની કવાયત શરૂ કરી દીધી છે. રાધાનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલાનું નામ બાયડ બેઠક પર ચૂંટણી લડવા લીલી ઝંડી આપવામાં આવી છે. આ ઉપરાંત અમરાઈવાડી વિધાનસભા બેઠક પર રમેશ કંટાવાળા પ્રબળ દાવેદાર છે, થરાદ બેઠક પરથી ભાજપના પૂર્વ મંત્રી શંકર ચૌધરી અને સાંસદ પરબત પટેલના પુત્રમાં નામની ચર્ચા છે. આ ઉપરાંત ખેરાલુ બેઠક પરથી રામસિંહ ડાભી અને રમીલા દેસાઈના નામની ચર્ચા થઇ રહી છે.

%d bloggers like this: