Mon. Dec 16th, 2019

ભાજપ આગેવાનોની લાખણીથી ગેળા હનુમાનજી મંદિરની પદયાત્રા


થરાદ વિધાનસભાની પેટાચુંટણીના પડઘમ વાગી રહ્યા હોઇ પંથકમાં સામાજીક ગરમાવો આવી ગયો છે. ચૂંટણી પ્રચારના ભાગરૂપે આજે શનિવારે તાલુકા,જિલ્લા અને પ્રદેશ ભાજપના આગેવાનો લાખણીથી ગેળા યાત્રા કરવા નિકળ્યા હતા. શંકરભાઈ ચૌધરી, સાંસદ પરબતભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, નૌકાબેન પ્રજાપતિ. જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ચૌહાણ સહિતના ગેળા હનુમાનજી મંદીરે પહોચ્યાં હતા. આ દરમ્યાન થરાદ બેઠકના સંભવિત ઉમેદવારોની આખી પેનલ સાથે એકબીજાના પ્રબળ સમર્થકો પદયાત્રામાં જોડાયા હતા.

%d bloggers like this: