Mon. Dec 16th, 2019

ભારતમાં 75 ટકા યુવાનો 21 વર્ષ પહેલા આલ્કોહોલનું સેવન કરી ચૂક્યા છે


એજન્સી, મુંબઈ: દેશના કેટલાક શહેરોને આવરીને એક સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વે અનુસાર ભારતમાં ઓછામાં ઓછા 75 ટકા યુવાનો 21 વર્ષની ઉંમર પૂર્ણ થાય એ પહેલાં આલ્કોહોલનું સેવન કરી લીધું હોય છે.

આલ્કોહોલનું સેવન કરવા કાયદા મુજબ 21 વર્ષ હોવા જરુરી છે. દક્ષિણ મુંબઈ સ્થિત સેન્ટ ઝેવિયર કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ હાલમાં આ સર્વે કર્યો છે. કોલેજમાં ઇતિહાસ વિભાગના પ્રમુખ ડો.અવકાશ જાધવના માર્ગદર્શનમાં આ સર્વેક્ષણ કરાયું છે. રિપોર્ટના તારણો આસિસ્ટન્ટ પોલીસ કમિશર, નારકોટિક્સ કંટ્રોલ નિયંત્રણ બ્યૂરો(એનસીબી)ને ડાયરેક્ટર ભૂમેશ અગ્રવાલ સમક્ષ ગુરુવારે રજૂ કરાયા હતાં. સર્વેમાં મુંબઈ, પૂના, દિલ્હી, કોલકાત્તા,રાજસ્થાન સહિત કેટલાય શહેરોના 16 થી 21 વર્ષના ઓછામાં ઓછા 1000 યુવાનોને સામેલ કરાયા હતાં. આ સર્વેક્ષણમાં ચેક ગણરાજ્યની રાજધાની પ્રાગ અને મધ્ય યુરોપના દેશ હંગરીને પણ સામેલ કરાયો હતો.

સર્વેક્ષણથી એ ખબર પડી કે ઓછામાં ઓછા 75 ટકા યુવાનો 21 વર્ષની ઉમંર પુરી થાય એ પહેલાં આલ્કોહોલનું સેવન કરી લે છે. 47 યુવાનો સિગરેટનું સેવન કરી ચૂક્યા હોય છે. સર્વેમાં એમ પણ કહેવાયું છે કે 20 ટકા યુવાનો માદક પદાર્થ, જ્યારે 30 ટકા યુવાનો હુક્કો પી ચૂક્યા હતાં.

%d bloggers like this: