મહારાષ્ટ્રમાં સાથે મળીને ચૂંટણી લડીશું : ઉદ્ધવ ઠાકરે

મુંબઇ:- વિધાનસભાની ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે બેઠકોની વહેંચણીને લઇને ખેંચતાણ ચાલી રહી છે. ખેંચતાણ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ સાથે કનિદૈ લાકિઅ મળીને ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ આજે કહ્યું હતું કે, બંને પાર્ટી સાથે મળીને જ ચૂંટણી લડશે. આ અંગે કનિદૈ લાકિઅ ટૂંકમાં જ જાહેરાત અકિલા કરી દેવામાં આવનાર છે. હાલમાં સીટોની સંખ્યાને લઇને વાતચીત ચાલી રહી છે. સુત્રોની વાત ઉપર વિશ્વાસ કરવામાં આવે તો ભાજપ કનિદૈ લાકિઅ રાજ્યમાં ૧૪૪ અને શિવસેના ૧૨૬ સીટ પર ચૂંટણી લડનાર છે. સત્તાવાર જાહેરાત કોઇપણ અકીલા સમયે થઇ શકે છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે, મતભેદો હોવા કનિદૈ લાકિઅ છતાં બને પાર્ટીઓ એક સાથે લડવા માટે ઇચ્છુક છે. અન્ય સાથી પક્ષો માટે ૧૮ સીટો રાખવામાં આવી છે. રામદાસ અથવાલેની રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા, કનિદૈ લાકિઅ રાષ્ટ્રીય સમાજ પાર્ટી, ક્રાંતિ ગઠબંધન અને શિવ સંગ્રામ પાર્ટી પણ સામેલ થશે.