થરાદ બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે જીવરાજભાઈ પટેલ

બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપ જીવરાજ પટેલ પર વિશ્વાસ મુક્યો છે. તેઓ થરાદના નાગલા ગામના વતની છે. અને ધોરણ 10 પાસ છે. તેઓ હાલ થરાદ તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ છે. તેમના પિતા જગતાભાઈ પણ સમાજ સુધારક હતા. જીવરાજ પટેલ, આંજણા ચૌધરી સમાજમાંથી આવે છે. ભાજપના સક્રિય કાર્યકર છે. તેઓના નામની જાહેરાત થતાની સાથે જ શંકર ચૌધરી સહિતના પાર્ટી આગેવાનો તેમના નિવાસ સ્થાને પહોંચ્યા અને મીઠાઈ ખવડાવી મોં મીઠુ કરાવ્યુ હતુ.
મહત્વનું છે કે થરાદ વિધાનસભા બેઠક પર શંકર ચૌધરી અને બનાસકાંઠાનાં સાંસદ પરબત પટેલનાં પુત્ર સહિત અનેક દાવેદારો લાઇનમાં ઉભા હતાં. તેમ છતાં આ તમામની વચ્ચે જીવરાજ પટેલ બાજી મારી ગયા છે. આમ તો થરાદ બેઠક પરબત પટેલનો ગઢ માનવામાં આવે છે. તેથી હવે આ પેટાચૂંટણીમાં કોણ બાજી મારશે તે પરિણામ પરથી ખબર પડશે.