Mon. Dec 16th, 2019

૫ હજારથી વધારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનાર કિડની હોસ્પિટલના સ્થાપક પદ્મશ્રી ડો. એચ એલ ત્રિવેદીનું નિધન


અમદાવાદ: ૫ હજારથી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનાર નેફ્રોલોજિસ્ટ પદ્મશ્રી ડૉ. એચ.એલ. ત્રિવેદીનું (હરગોવિંદ લક્ષ્મીશંકર ત્રિવેદી) નિધન થયું. તેઓ છેલ્લા લાંબા સમયથી તેમની તબિયત સારી ન’હતી. આજે બપોરે અઢી (૨:૩૫) વાગ્યે તેમનું નિધન થયું હતું. આવતી કાલે તેમના પાર્થીવ દેહને દર્શનાર્થે ઈન્સ્ટિટ્યુટના પ્રમાઈસિસમાં સવારે ૮ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી રાખવામાં આવશે.

દુનિયાભરમાં તબીબી ક્ષેત્રે મનુષ્ય કીડની ટ્રાન્સપ્લાન્ટ માટે પ્રખ્યાત બનેલા ડો. એચ. એલ. ત્રિવેદીનું આખુ નામ ડો. હરગોવિંદ લક્ષ્મીદાસ ત્રિવેદી હતું. તેઓ સુરેન્દ્રનગર જીલ્લાના ચોરાવડ ગામના વતની હતાં. શરૂઆતમાં તેમણે બી.જે મેડિકલ કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાજ બજાવતા હતા, ત્યાર પછી તેઓ કેનેડા જઇને વસવાટકર્યો.. પરંતુ પોતાના વતનની યાદને લઈએ ભારત લઇ આવી. તેમણે અમદાવાદમાં આવી સિવિલ હોસ્પિટલમાં કિડની હોસ્પિટલની શરૂઆત કરી હતી.

%d bloggers like this: