Mon. Dec 16th, 2019

પેટા ચૂંટણી: થરાદ બેઠક પર ભાજપનો પ્રચાર કરવા ગયેલા સાંસદ પરબતભાઈ પટેલને લોકોએ ઉધડા લીધા

facebook Photo


બનાસકાંઠાના થરાદના ગામડામાં પ્રચાર અર્થે ગયેલા સાંસદ પરબત પટેલનો ઉધડો લેવાયાનો વીડિયો વાયરલ થયો છે. થરાદમાં ભાજપના ઉમેદવાર માટે ઉકળતો ચરુ જેવી સ્થિતિ છે. ત્યારે તેમના માટે પ્રચાર અર્થે પરબત પટેલને આકરો સવાલ કરતો વીડિયો વાયરલ બન્યો છે. 15 વર્ષ સુધી અમારા માટે શું કર્યુ તેવો મતદારોએ પ્રશ્ન કર્યો છે.


થરાદ બેઠક પર પેટા ચૂંટણી જાહેર થઈ છે. ત્યાં ભાજપે જીવરાજ પટેલને ટિકિટ આપી છે. તેમના પ્રચાર માટે પરબત પટેલ ગયા હતા. તે સમયે તેમનો ઉધડો લીધો અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

%d bloggers like this: