Mon. Dec 16th, 2019

ક્ષત્રિય મહિલાઓનું રાજકોટમાં તલવારો સાથે સામૈયું નીક‌ળ્યું

whatsapp Photo


રાજકોટ: આજે દશેરાના દિવસે શસ્ત્ર પૂજનનો વિશેષ મહિમા ગણવામાં આવે છે, ત્યારે રાજકોટ શહેરમાં ક્ષત્રિય સમાજની બહેનોએ દશેરાના દિવસે તલવાર સહિતના શસ્ત્રો સાથે રેલીનું આયોજન કર્યું હતું. શસ્ત્ર સાથે સજ્જ ક્ષત્રિય મહિલાઓએ શસ્ત્રનો અનોખો મહિમા સમજાવી શસ્ત્ર પૂજન પણ કર્યું હતું.

સમાજના અગ્રણી ઉષાબા રણજિતસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર, દશેરાના શુભ દિવસે બપોરે 3.30 કલાકે ગાંધીગ્રામના વેલનાથ ચોકથી પારંપરિક પોશાક સાથે સમાજના 200થી વધુ બહેનો-દીકરીઓ એકત્ર થઈને રેલી રૂપે સામૈયું યોજ્યું હતું. મુખ્ય માર્ગો પર થઈ આ સામૈયું આશાપુરા મંદિર-ગાંધીગ્રામ ખાતે પહોંચ્યું. જ્યાં વિધિવત રીતે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું.

%d bloggers like this: