Wed. Jan 29th, 2020

સાંસદ પરબતભાઈ પટેલે બફાટ કર્યો, એકાદ બેઠકથી ભાજપને કઈ ફરક નહીં પડે ?

facebook Photo


પાલનપુર: થરાદ વિધાનસભા બેઠમાં ભાજપનો આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે. ઉમેદવારોની પસંદગીને લઇને અંદરો-અંદર ઘણાસાણ જામ્યુ છે. એક બાજુ, પૂર્વ આરોગ્ય મંત્રી શંકર ચૌધરીને ટિકિટ ના મળતા ચૌધરી મતદારો ભાજપથી દુર જઈ રહ્યા છે. બીજી તરફ થરાદમાં ભાજપના ઉમેદવાર પપણ ચૂંટણી ચોરામાં સમર્થકો ઓછાને નેતાઓની સંખ્યા વધુ જોઇને ભડક્યા હતા. આ ઉપરાંત સાંસદ પરબત પટેલનો પણ ગામે ગામે જોરદાર વિરોધ જોવા મળ્યો હતો. ત્યારે સાંસદ પરબત પટેલે જનસભામાં લોકોની ઓછી સંખ્યા જોઇને બફાટ કર્યો હતો કે, ભાજપને એકાદ બેઠક ઓછી આવે તો શું ફરક પડી જવાનો છે. મહત્વપૂર્ણ છે કે ભાજપે થરાદ બેઠક પર જીવરાજ પટેલને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે યુવા નેતા ગુલાબસિંહ રાજપૂતને પર ભાગ્ય અજમાયું છે.

પેટા ચૂંટણી: થરાદ બેઠક પર ભાજપનો પ્રચાર કરવા ગયેલા સાંસદ પરબતભાઈ પટેલને લોકોએ ઉધડા લીધા

થરાદમાં આજે ફરી ભાજપની ચૂંટણી સભામાં ખુરશીઓ ખાલીખમ જોવા મળી હતી. ભાજપના કાર્યકરો, સમર્થકોની સંખ્યા જ ન હતી જેના કારણે ઉપસિૃથત સાંસદ પરબત પટેલે એવો બફાટ કર્યો કે, ભાજપને એકાદ બેઠક નહી મળે તો કશું ફરક પડવાનો નથી.

%d bloggers like this: