Wed. Jan 29th, 2020

રાજ્ય સરકારે આ વર્ષે શિક્ષણ પાછળ 30 હજાર કરોડ ફાળવ્યા છે: મુખ્યમંત્રી રૂપાણી


રાજ્યમાં ૧૦૮ શિક્ષણ ભવનના નવા નિર્માણનો સંકલ્પ કરનારા સુરતના માતૃ કાશીબા હરિભાઈ ચેરિટેબલ ટ્રસ્ટના મુખ્ય દાતા કેશુભાઈ હરિભાઈ ગોટીના આર્થિક મદદથી ડેડીયાપાડા તાલુકાના સામરપાડામાં ૬૬માં શિક્ષણ ભવનરૂપે સ્વામિનારાયણ મંદિર વડતાલધામ કન્યા છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેના અર્પણ સમારોહ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, શાળાકીય શિક્ષણમાં ‘સો ટકા એનરોલમેન્ટ અને ઝીરો ટકા ડ્રોપ આઉટ’ના ધ્યેય તરફ મક્કમતાથી આગળ વધી રહેલી રાજ્ય સરકાર ધો.8માં સુધી જ નહિ, પરંતુ ધો. ૧૨ સુધી રાજ્યનો કોઈ પણ વિદ્યાર્થી અધવચ્ચે શિક્ષણ છોડી ન દે તેની સતત કાળજી લઇ રહી છે.

મુખ્યમંત્રીએ રાજ્યની નવી પેઢી સુશિક્ષિત અને સંસ્કારી બને તે માટે સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના શિક્ષણલક્ષી કાર્યોમાં રાજ્ય સરકાર શક્ય તેટલી સહાયરૂપ બનશે એવી ખાતરી ઉચ્ચારી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘નયા ભારત’ના નિર્માણના સંકલ્પને શિક્ષણના માધ્યમથી નવી પેઢી સાકાર કરશે એમ જણાવતા તેમણે એવી અપેક્ષા વ્યક્ત કરી કે યુવાધન ઉચ્ચ શિક્ષણ મેળવી ઉજ્જવળ કારકિર્દી બનાવવાની સાથોસાથ ઉન્નત રાજ્ય અને રાષ્ટ્રનું નિર્માણ કરી દેશની શક્તિ અને સામર્થ્યમાં વધારો કરે. કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી કન્યાઓ શિક્ષિત બનવાની સાથે સારા ડોક્ટર, સી.એ., વકીલ, એન્જીનિયર, ઉચ્ચ અધિકારીઓ બને અને સમાજને સાક્ષરતા પ્રત્યે પ્રેરિત કરી અક્ષરજ્ઞાનનું અભિયાન ઉપાડે તેવું પ્રેરક સૂચન તેમણે કર્યું હતું.

%d bloggers like this: