Wed. Jan 29th, 2020

૨૦૧૯ને રામરામ : ૨૦૨૦ની નવી શરૂઆત


પાલનપુર, તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૧૯

ઉત્સાહ અને ઉજવણી સાથે દુનિયાએ અંગ્રેજી વર્ષ ૨૦૧૯ને અલવિદા કરી નવા વર્ષ ૨૦૨૦માં પ્રવેશ કર્યો હતો. આ તકે દુનિયાભરમાં ઉજવણી અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો.

દુનિયાના અગ્રણી શહેરો ન્યુયોર્ક, લંડન, ટોકિયો, સિડની વગેરેમાં આતશબાજી સહિતના ન્યુયરને વેલકમ કરવાના કાર્યક્રમો યોજાયા હતા. તો ભારતમાં પણ દિલ્હી, મુંબઈ જેવા શહેરોમાં પ્રજાએ થનગનાટ પૂર્વક કડકડતી ઠંડીમાં પણ જાગીને નવા વર્ષનું સ્વાગત કર્યું હતું.

જ્યાં જનમેદની ઉમટી હતી એવા સ્થળોએ સુરક્ષા માટે વાહન વ્યવહાર મર્યાદિત કરી દેવાયો હતો. ઑસ્ટ્રેલિયામાં આગ લાગેલી હોવા છતાં સિડની ખાતેનો ફટાકડા ફોડવાનો કાર્યક્રમ યોજાયો હતો. અન્ય શહેરોમાં લોકો રસ્તા પર અને વિવિધ ચોકમાં ઉમટીને ડાન્સ કર્યો હતો. ગૂગલે પણ ફટાકડા ફૂટતાં હોય એવુ ડૂડલ બનાવ્યું હતું.

%d bloggers like this: