Wed. Jan 29th, 2020

વર્ષ ૨૦૨૦ સુધીમાં ચંદ્રયાન-3 અને ગગનયાન લોન્ચ થશે, કુલ ૨૫ મિશનો પૂર્ણ કરાશે: ઈસરો


બેંગલુરુ: ઈસરોએ બુધવારના રોજ જાહેરાત કરી હતી કે ચંદ્રયાન-3ને આવતા વર્ષ સુધીમાં લોન્ચ કરી દેવામાં આવશે. આ સાથે જ મહત્વકાંક્ષી ગગનાયાન કાર્યક્રમ માટે પણ ભારતીય વાયુસેનામાંથી ચાર અંતરિક્ષયાત્રીઓની પસંદગી કરવામાં આવી છે. પસંદગી કરાયેલા અંતરિક્ષ યાત્રીની તાલિમ ખૂબ જલ્દી શરૂ થઈ જશે. તે લોકોને તાલિમ લેવા માટે રશિયા મોકલવામાં આવશે. જોકે આ જાહેરાતના એક દિવસ પહેલા જ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે ભારત ૨૦૨૦માં ચંદ્રયાન-3 લોન્ચ કરશે.

ઈસરોએ નવા વર્ષ ૨૦૨૦ને ચંદ્રયાન-3 અને ગગનયાનનું વર્ષ ગણાવ્યું છે. ચીફ કે. સિવને દેશવાસીઓને આ વર્ષના લક્ષ્ય અને યોજનાઓની માહિતી આપી છે. તેમણે વર્ષ ૨૦૨૦માં ગગનયાન અને ચંદ્રયાન-3 મિશનની તૈયારીઓ અંગે જાણકારી આપી હતી. આ સાથે જ ઈસરો ચીફે કહ્યું હતું કે અંતરિક્ષ વિજ્ઞાન દ્વારા અમારી કોશિશ દેશવાસીઓનાં જીવનને વધુ ઉત્તમ બનાવવાની છે.

%d bloggers like this: