Wednesday, 24 July 2019 | Login
આમરણાંત ઉપવાસને લઈ પાસ કન્વિનર હાર્દિક પટેલે શું કહ્યું ? જાણો વિગત

આમરણાંત ઉપવાસને લઈ પાસ કન્વિનર હાર્દિક પટેલે શું કહ્યું ? જાણો વિગત

અમદાવાદ: પાસ કન્વીનર હાર્દિક પટેલની અધ્યક્ષતામાં શનિવારે બેઠક મળી હતી. જેમાં 25 ઓગષ્ટથી શરૂ થનારા આમરણાંત ઉપવાસને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠક બાદ હાર્દિકે જણાવ્યું હતું કે, જો ઉપવાસ માટે પોલીસ પરમિશન નહીં મળે તો કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી હતી. આ બેઠકમાં નિખિલ સવાણી અને ગીતા પટેલ સહિતના કન્વીનરો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત હાર્દિકે જણાવ્યું હતું કે, જ્યાં જરૂર પડે ત્યાં ઝૂકીશ. આ છેલ્લી લડાઈ છે. મારી સાથે ઉપવાસમાં અનેક લોકો જોડાશે. ઉપવાસમાં કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે રોજ 7 થી 8 તાલુકાના લોકો આવશે. ચોથા અને પાંચમાં દિવસે 10 થી 12 હજાર લોકો આવશે. ગમે એવી લડાઈ હોય, ઉપવાસ એ મજબૂત હથિયાર છે અને સરકારને ઝુકાવવાનું હથિયાર છે.


Media

About Author

Related items

  • ટોમ ક્રૂઝનું 'મિશન ઇમ્પોસિબલ' જોવા જતા પહેલા આ REVIEW વાંચી લેજો

     

    પોતાના શ્રેષ્ઠ એક્શન માટે ઓળખાતા હોલિવુડના સુપરસ્ટાર ટોમ ક્રૂઝે ધમાકેદાર વાપસી કરી છે. જે ફિલ્મ સીરિઝ તે ફિલ્મરસિકોમાં જાણીતો બન્યો હતો, તે સીરિઝની નવી ફિલ્મ થિએટરોમાં આવી ગઈ છે અને ધૂમ મચાવી રહી છે. ‘મિશન ઇમ્પોસિબલ ફોલઆઉટ’માં 56 વર્ષનો ટોમ ક્રૂઝ પોતાના જબરદસ્ત પરફોર્મન્સથી સાબિત કરી ચૂક્યો છે કે, ઉંમર તો બસ તેના માટે ફક્ત આંકડા છે. આ ફિલ્મના ફિલ્મ ક્રિટિક્ટથી લઈને ઓડિયન્સ બધા ખૂબ વખાણ કરી રહ્યા છે.

    વિવિધ ન્યૂઝ વેબસાઈટ દ્વારા ફિલ્મને આપવામાં આવેલા વિવિધ સ્ટાર

    ધ ક્વિન્ટઃ 4 સ્ટાર

    ધ ઇન્ડિયન એક્સપ્રેસઃ 4 સ્ટાર

    હિન્દુસ્તાન ટાઇમ્સઃ 4 સ્ટાર

    ન્યૂઝ 18ઃ 4 સ્ટાર

    ટાઇમ્સ ઓફ ઇન્ડિયાઃ 4 સ્ટાર