Wednesday, 24 July 2019 | Login
રાજધાની દિલ્હીમાં ખોરાકના અભાવે ત્રણ સગી બહેનોનાં મોત

રાજધાની દિલ્હીમાં ખોરાકના અભાવે ત્રણ સગી બહેનોનાં મોત Featured

એજન્સી, નવી દિલ્હી

શરમજનક ઘટના: બાળકીઓ ઘણાં દિવસથી ભૂખી હતી

દેશની રાજધાની દિલ્હીના પૂર્વમાં આવેલાં મંડાવલી વિસ્તારમાં ત્રણ માસૂમ બાળકીઓએ ભૂખને કારણે પોતાના જીવ ગુમાવ્યાં છે. પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરોએ જણાવ્યું છે કે, આ બાળકીઓના પેટમાં અન્નનો એક પણ દાણો હતો નહીં અને એમને ઘણાં સમયથી પૌષ્ટિક આહાર ખાવા મળ્યો ન હતો, જેના કારણે તેમની શારીરિક સ્થિત કમજોર થઈ ગઈ હતી. 

મંગળવારે સવારે ત્રણેય બાળકી ઘરમાંથી બેભાન અવસ્થામાં મળી આવી હતી. પડોશી એમને હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ડોક્ટરોએ ત્રણેયને મૃત જાહેર કરી હતી. ત્રણેય બાળકીના પિતા એ દિવસથી ગુમ છે અને માતા માનસિક રીતે કમજોર હોવાથી સ્પષ્ટ જાણકારી આપી શકતી નથી. પોલીસ એ બાબતની તપાસ કરી રહી છે કે આ બાળકીઓનાં મોત એક જ રાતમાં થયાં કે અલગ-અલગ સમયે થયા હતાં. 

ભૂખના કારણે જીવ ગુમાવનાર બાળકીમાં માનસી(૮ વર્ષ), શિખા(૪ વર્ષ) અને પારુલ(બે વર્ષ) સામેલ છે. સોમવારે ડોક્ટરોની પેનલે બીજી વખત પોસ્ટમોર્ટમ કર્યું હતું. મંગળવારે થયેલા પહેલાં પોસ્ટમોર્ટમ અનુસાર બાળકીઓના મોત ભૂખને કારણે થયા હતાં. મેડિકલ બોર્ડે ઝેર, મારઝૂડ કે હત્યાની આશંકાને રતબાતલ ઠેરવી છે. 

About Author