Wednesday, 24 July 2019 | Login

શિવસેના અને ભાજપ ગઠબંધનના આપ્યા સંકેત, કહ્યું- ‘મહારાષ્ટ્રમાં અમે ૫૦-૫૦ની ગેમ’ Featured

બેઠકમાં બીજેપીની સાથે ગઠબંધન કરવાના તમામ અધિકાર ઉદ્ધવ ઠાકરેને આપવામાં આવ્યા છે. શિવસેના પ્રવક્તા સંજય રાઉતે જણાવ્યું, અમારા નેતા ઉદ્ધવજી છે, અમે લડવા માટે તૈયાર છીએ, અમે લડીશું, મહારાષ્ટ્રમાં અમે મોટા ભાઇ છીએ, હંમેશાં રહીશું અને તેના નાતે રાજ્ય અને દેશની રાજનીતિ કરીશું.

લોકસભાની ચૂંટણી માં ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાની મિત્રતા બનતી નજરે પડી રહી છે. બીજેપી અને શિવસેનાએ આવનારી લોકસભાની ચૂંટણીમાં ગઠબંધન કરવાના સંકેત આપ્યા છે. સોમવારે શિવસેના સાંસદોએ ઠાકરે પરિવારના પિતૃક આવાસ માતોશ્રીમાં ભેગા થયા હતા. અહીં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની સાથે તેમની લાંબી બેઠક મળી હતી. બેઠક દરમિયાન શિવસેના સાંસદોએ ઉદ્ધવ ઠાકરેને કહ્યું કે, બીજેપીની સાથે લોકસભાની ચૂંટણીમાં ગઠબંધન ચાલું રાખવાનું છે કે નહીં. તેના પર અંતિમ નિર્ણય તેમનો જ હશે.

સંજય રાઉતે કહ્યું કે, રાફેલ પર અમારી પાસે નવી જાણકારી આવી છે, તેના પર ચર્ચા થઇ હતી. બેઠકમાં ઘણી ચર્ચા થઇ હતી. બજેટમાં આવક મર્યાદા 8 લાખ સુધી કરાવવાની માંગ શિવસેનાએ કરી છે. રાઉતે તે પણ સ્પષ્ટ કર્યું કે 50-50નો કોઇ પ્રસ્તાવ શિવસેનાની પાસે આવ્યો નથી, અને આ પ્રસ્તાવ અમને સ્વીકાર્ય પણ નથી.

જ્યારે જાલનામાં ભાજપાના સ્થાનિક નેતાઓની બેઠક મળી હતી. ત્યાં પ્રદેશ અધ્યક્ષ દાનવેએ પણ શિવસેનાની સાથે ગઠબંધનના સંકેત આપ્યા. દાનવે જણાવ્યું કે, હાલ ૪૮માંથી ૨૪-૨૪ સીટો એટલે કે ૫૦-૫૦ ટકાની કોઇ ફોર્મૂલા બનાવી જ નથી, જ્યારે સીટ શેયરિંગની વાત હશે તો ખોલીને થશે. અમે હંમેશાં શિવસેનાની સામે દોસ્તીનો હાથ લંબોવ્યો છે. નિર્ણય હવે શિવસેનાએ લેવાનો છે.

આપને જણાવીએ છીએ કે, મહારાષ્ટ્રમાં એનસીપી અને કોંગ્રેસની વચ્ચે લોકસભાની ચૂંટણીને લઇને ગઠબંધન થઇ ચૂક્યું છે. જ્યારે શિવસેના કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારમાં સહયોગી હોવા છતાં સતત બીજેપી પર આકરા પ્રહારો કરતી રહી છે. હાલમાં પાલધર લોકસભા સીટ પર થયેલી પેટાચૂંટણીમાં પણ બન્ને પક્ષોએ ઉમેદવારો ઉતાર્યા હતા. ગત વર્ષ શિવસેનાએ એનડીએથી અલગ જઇને લોકસભાની ચૂંટણી લડવાની વાત કરી હતી. જો કે, શિવસેના સંસ્થાપકવાળા સાહેબ ઠાકરે મેમોરિયલના ઉદ્દઘાટન પ્રસંગે બન્ને પક્ષોની વચ્ચે અંતર ઘટતું દેખાયું હતું.

About Author