Wednesday, 24 July 2019 | Login
વિયેટનામમાં પૂરના કારણે 20 લોકોનાં મોત, ડઝનથી વધુ ગુમ

વિયેટનામમાં પૂરના કારણે 20 લોકોનાં મોત, ડઝનથી વધુ ગુમ Featured

એજન્સી, હેનોઈ

વિયેટનામમાં ઉષ્ણકટિબંધીય તોફાનને કારણે પૂર આવતાં ઓછામાં ઓછા ૨૦ લોકોના મોત નીપજ્યા છે. ઉત્તર વિયેટનામમાં એક ડઝનથી વધુ વ્યક્તિ ગુમ થયા છે, તેમ સ્થાનિક મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું. 

ગયા અઠવાડિયાએ વિયેટનામના યેન બાઈ ક્ષેત્રમાં ભાર વરસાદ પડવાના કારણે પૂર આવતાં ૧૦ લોકો ડૂબી ગયા હતાં. વિયેટનામના થાન્હ હો ક્ષેત્રના લાંગ ચાન્હ જિલ્લાના નાનકડાં ગામમાં આ પુર આવ્યા હતું. 

સ્થાનિક રહેવાસી લુઆન્ગ વાન હુંગે  જણાવ્યું હતું કે, પુર એટલું ઝડપથી આવ્યું કે અમને બચવાનો સમય ખૂબ ઓછો મળ્યો. જોકે, કેટલાક લોકો ઊંચા વિસ્તારમાં પહોંચ્યા ગયા અને કેટલાક લોકો પૂરમાં તણાઈ ગયા હતા. આ પૂરના કારણે ઊંઘી રહેલા એક પરિવારના ચાર વ્યક્તિએ પોતાના જીવ ગુમાવ્યા હતાં. 

ઉલ્લેખનીય છે કે, વિયેટનામમાં વિનાશક પૂરના કારણે પ્રતિ વર્ષ અસંખ્ય લોકો પોતાના જીવ ગુમાવે છે.

About Author