Wednesday, 24 July 2019 | Login
PAK રિઝલ્ટ LIVE: નવા પાકિસ્તાનના કેપ્ટન બન્યાં ઈમરાનઃ PM બનવાથી 19 બેઠક દૂર, અવામે હાફિઝ સઇદને નકાર્યો

PAK રિઝલ્ટ LIVE: નવા પાકિસ્તાનના કેપ્ટન બન્યાં ઈમરાનઃ PM બનવાથી 19 બેઠક દૂર, અવામે હાફિઝ સઇદને નકાર્યો Featured

સ્પષ્ટ બહુમતી માટે 137 સીટની જરૂર, શહબાજ 64 સીટથી આગળ, બિલવાલ 42 સીટ સાથે ત્રીજા સ્થાને

ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં બુધવારે 272 સીટ માટે થયેલા જનરલ ઈલેકશનની મત ગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીના પરિણામોમાં ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) સરકાર બનાવવાથી નજીક આવી રહી છે. તેઓ 118 સીટોની સાથે સૌથી આગળ છે. તેઓ બહુમતથી માત્ર 19 બેઠક જ દૂર છે. બહુમત માટે 137 સીટ જરૂરી છે. નવાઝ શરીફના ભાઈ શાહબાઝના નેતૃત્વમાં ચૂંટણી લડેલા પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) 60 સીટ પર બઢત બનાવી છે. તો બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) ત્રીજા નંબર પર છે. તેમના 35 ઉમેદવારો મત ગણતરીમાં આગળ ચાલી રહ્યાં છે. આતંકી હાફિઝ સઇદની અલ્લાહ-ઓ-અકબર તહરીકના બેનર હેઠલ 265 ઉમેદવારો ચૂંટણીમાં ઉતર્યાં હતા, પરંતુ તેમના એક પણ ઉમેદવારે બઢત નથી બનાવી શક્યા.

 

ન્યૂઝ એજન્સી મુજબ આ વખતે 50%થી 55% વોટિંગ થયું છે. પાકિસ્તાનમાં 10 કરોડ 50 લાખ વોટર છે. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં કુલ 342 સીટ છે. 60 સીટ મહિલાઓ અને 10 અલ્પસંખ્યકો માટે આરક્ષિત છે. ચાર પ્રાંત- પંજાબ, સિંધ, ખૈબર પખ્તૂનખ્વા અને બલૂચિસ્તાનમાં પણ નવી સરકાર ચૂંટાઈ રહી છે.

 

પાંચ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા ઈમરાન ખાન

 

2018ની ચૂંટણીમાં ઈમરાન ખાને પાંચ સીટ પરથી ચૂંટણી લડી હતી. તેમાં એનએ-35 (બન્નુ), એનએ- 53 (ઈસ્લામાબાદ-2) એનએ-95 (મિયાંવાલી- 1), એનએ- 131 (લાહોર-9), એનએ- 243 (કરાચી ઈસ્ટ-2) સીટ સામેલ છે. ઈમરાન 4 સીટથી આગળ છે. પરંતુ એનએ-53 (ઈસ્લામાબાદ-2) સીટ પરથી પાછળ છે.

 

આતંકી હાફિઝ સઈદની હાર


આતંકી હાફિઝ સઈદે અલ્લાહ-ઓ-અકબર તહરીક (એએટી)ના બેનર તેના 256 ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ તેને એક પણ સીટ મળી નથી. સ્પષ્ટ બહુમત માટે 137 સીટોની જરૂર છે.

 

અંતિમ તખ્તાપલટા બાદ પાકિસ્તાનમાં 3 ચૂંટણીઓ યોજાઈ, ત્રણ વખત અલગ અલગ પાર્ટી જીતી

 

પાર્ટી 2018ના વલણ 2013માં સીટ 2008માં સીટ 2002માં સીટ
પીએમએલ-એન 60 126 69 19
પીપીપી 35 31 91 81
પીટીઆઈ 122 28 બહિષ્કાર કર્યો 01
પીએમએલ-ક્યૂ 03 02 38 126

 

ચૂંટણી પંચે કહ્યું- કોઈનું પ્રેશર નથી


પાકિસ્તાન ચૂંટણી પંચે ગુરુવારે સવારે 4 વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું છે કે, અમારી ઉપર કોઈનું પ્રેશર નથી. રિઝલ્ટ ટ્રાન્સમિશન સિસ્ટમમાં પહેલીવાર ઉપયોગ અને ટેક્નિકલ ખામીના કારણે પરિણામ જાહેર કરવામાં મોડું થઈ રહ્યું છે. જોકે તેમણે ચૂંટણી પરિણામ જાહેર કરવા પાછળ કોઈનું દબાણ ન હોવાની વાત કરી છે.

 

50થી 55 ટકા મતદાન થયું


ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે આ વખતે પણ 50થી 55 ટકા મતદાન થયું છે. પાકિસ્તાનમાં 10 કરોડ 50 લાખ વોટર છે. આ દરમિયાન પીએમએલ-એન, પીપીપી અને પાક સરજમી પાર્ટીએ ચૂંટણીમાં ઘાલમેલ થઈ હોવાનો આરોપ લગાવ્યો છે. શહબાજ શરીફે વોટોની મતગણતરી દરમિયાન જ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને પરિણામનો સ્વીકાર કરવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, હું આ કહેવા માટે મજબૂર છું, પરંતુ અમે આ પરિણામોને સમગ્ર રીતે નકારીએ છીએ.

 

26 વર્ષ અગાઉ જેના હાથે સન્માન મેળવ્યું તેને જ હરાવ્યા

પાકિસ્તાન 1992માં ઇંગ્લેન્ડને હરાવી વન-ડે વર્લ્ડકપ જીત્યું હતું. તે સમયના વડા પ્રધાન નવાઝ શરીફના હસ્તે ટીમનું સન્માન થયું હતું. ટીમના કેપ્ટન ઇમરાન ખાને 2018માં એ જ નવાઝ શરીફને હરાવી સત્તા મેળવી છે.

About Author