Wednesday, 24 July 2019 | Login
કર્ણાવતી કલબ સામેના ખેતલાઆપા ટી સ્ટોલને હાઇકોર્ટે 25 હજારનો દંડ ફટકાર્યો

કર્ણાવતી કલબ સામેના ખેતલાઆપા ટી સ્ટોલને હાઇકોર્ટે 25 હજારનો દંડ ફટકાર્યો Featured

કર્ણાવતી કલબ સામે આવેલા ખેતલા આપા ટી સ્ટોલે કોર્પોરેશનની નોટિસ સામે કરેલી અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. અરજી ફગાવવાની સાથે કોર્ટે ખેતલાઆપા ટી સ્ટોલને ૨૫ હજારનો દંડ ફટકાર્યો છે. કર્ણાવતી કલબની સામે આડેધડ વિકસી રહેલા ખાણીપીણી બજાર સામે કોર્પોરેશને લાલ આખ કરી છે.કોર્પોરેશન દ્વારા આ રોડ પર આવેલા ખેતલાઆપા ટી સ્ટોલના ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા નોટિસ ફટકારી હતી. આ નોટિસને હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. કોર્ટે ખેતલાઆપાની અરજી ફગાવી દેતા એવી ટકોર કરી હતી કે ગેરકાયદેસર બાંધકામો કરીને કોર્ટના દ્વાર ખખડાવવા આવ્યા છો? કોર્પોરેશન તેની ફરજ બજાવી રહ્યુ છે તેમા હસ્તક્ષેપ કેવી રીતે કરી શકાય? કોર્ટનો સમય બગાડવા બદલ કોર્ટે ૨૫ હજારનો દંડ ફટકાર્યો છે.

એસ.જી હાઇવે પરના દબાણો દૂર કરવા કોર્પોરેશને અનેક ખાણીપીણી સ્ટોલને ગેરકાયદેસર બાંધકામ હટાવવા નોટિસ આપી હતી. ખેતલાઆપા ટી સ્ટોલે નોટિસની કાયદેસરતાને હાઇકોર્ર્ટમાં પડકારવામાં આવી હતી. કોર્ટે અરજી ફગાવતા કડક વલણ અપનાવ્યુ હતુ અને ૨૫ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

About Author