Wednesday, 24 July 2019 | Login

લાખણી APMCના ચેરમેન, વા.ચેરમેન પદે બાબુભાઇ પાનકુટા બિન-હરીફ ચૂંટાયા Featured

લાખણી ખાતે આવેલી મહાત્માગાંધી એ.પી.એમ.સી.ની પ્રથમ ચૂંટણીનું જાહેરનામું પડ્યા બાદ તેના તમામ ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા હતા. જ્યારે આજ રોજ મંગળવારના દિવસે યોજાયેલી ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણી પણ બિનહરીફ થતાં સહકારી અગ્રણીઓએ હાશકારો અનુભવ્યો હતો.

ડીસા માર્કેટ યાર્ડમાંથી વિભાજિત થઈ સ્વતંત્ર થયેલી લાખણીની મહાત્મા ગાંધી એ.પી.એમ.સી.ની પ્રથમ ચૂંટણીમાં તમામ ડિરેક્ટર બિનહરીફ થયા હતા. જ્યારે પહેલી જાન્યુઆરીના મંગળવારના દિવસે યોજાયેલી ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણીમાં એક એક ફોર્મ ભરાતા ચેરમેન પદે બાબુભાઇ પાનકુટા તેમજ વાઇસ ચેરમેન પદે તેજાભાઇ ભુરીયા બિનહરીફ જાહેર કરાયા હતા. આમ ભાજપ પ્રેરિત પેનલે લાખણી એ.પી.એમ.સી.ઉપર કબજો જમાવતા લાખણી તાલુકા તેમજ સમગ્ર જિલ્લા ભાજપ તેમજ સ્થાનિક સહકારી અગ્રણીઓ ગેલમાં આવી ગયા હતા. આ પ્રસંગે ડીસા એ.પી.એમ.સી. ચેરમેન માવજીભાઇ દેસાઇ, લાખણી એ.પી.એમ.સી. સેક્રેટરી દલપતસિંહ, જીગરભાઇ દેસાઇ,હેમરાજભાઇ પટેલ, બાબરભાઇ પટેલ, હરિભાઈ પટેલ, ધેન્ગાભાઈ દેસાઈ, ગુમાનસિંહ ઝાલા વગેરે રહ્યા હતા.

 

About Author