Wednesday, 24 July 2019 | Login

Latest News

મોબાઇલ તથા બૅન્ક ખાતાઓ માટે આધાર અનિવાર્ય નહીં: સુપ્રીમ

Wednesday, 26 September 2018 08:45 Written by

આધારકાર્ડની અનિવાર્યતા અંગે સુપ્રીમ કોર્ટે બુધવારે શકવર્તી ચુકાદો આપ્યો હતો, પાંચ જજોની ખંડપીઠે બુધવારે આધારકાર્ડને બંધારણીય રીતે કાયદેસર ઠેરવ્યું હતું.

આધાર કાર્ડ સંબંધિત પ્રંરભિક ચુકાદો જસ્ટિસ એ. કે. સીકરીએ વાંચી સંભળાવ્યો. ચુકાદામાં જણાવવામાં આવ્યું છેકે આધાર કાર્ડ ક્યાં જરૂરી રહેશે તથા ક્યાં નહીં.

સર્વોચ્ચ અદાલતે ઠેરવ્યું હતું કે ખાનગી કંપનીઓ આધાર કાર્ડ માગી ન શકે.

Image result for આધાર

 

આ બેન્ચમાં મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, જસ્ટિસ એ. કે. સીકરી, જસ્ટિસ એ. એમ. ખનવિલકર, જસ્ટિસ ચંદ્રચૂડ તથા જસ્ટિસ અશોક ભૂષણનો સમાવેશ થાય છે.

2016માં મોદી સરકાર દ્વારા આધારનો કાયદો લાવવામાં આવ્યો હતો, જેની બંધારણીય કાયદેસરતાને પડકારતી 27 અરજીઓ દાખલ કરવામાં આવી હતી.

અરજદારોનું કહેવું હતું કે આધારકાર્ડને કારણે 'રાઇટ ટુ પ્રાઇવસી'નો ભંગ થાય છે, જોકે ખંડપીઠે નોંધ્યું હતું કે તેનાથી સમાજના હાંસિયા પર ધકેલાઈ ગયેલા લોકોને ઓળખ મળી છે, જે પ્રાઇવસી કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે.

આ અરજીઓ ઉપર 38 દિવસ સુધી સુનાવણી ચાલી હતી. અરજદારોમાં હાઈકોર્ટના પૂર્વ જજ પુટ્ટુસ્વામીનો પણ સમાવેશ થાય છે.

કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાનો બચાવ કરવાં આવ્યો હતો અને દાવો કર્યો હતો કે આધારકાર્ડનો ડેટા સુરક્ષિત છે અને તેના કારણે વચેટિયાઓને દૂર કરવામાં સફળતા મળી છે.

વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણના કહેવા પ્રમાણે, "આ એક ઐતિહાસિક ચુકાદો છે. તેનાથી સામાન્ય નાગરિકને રાહત મળશે. હવે ખાનગી કંપનીઓ અને બૅન્કો આધાર નંબર નહીં માગી શકે."
- ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા લોકોને આધારકાર્ડ ન મળે તેની વ્યવસ્થા કરવી.

- કાયદા દ્વારા સ્થાપિત સંસ્થાઓ જેમ કે, યુજીસી (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન), CBSE (સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી ઍજ્યુકેશન) તથા NEET (નેશનલ એલિજિબ્લિટી ઍન્ડ ઍન્ટ્રેન્સ ટેસ્ટ) આધાર કાર્ડ માગી શકે.

- કોઈ ખાનગી કંપની કે મોબાઇલ કંપની આધારકાર્ડ ન માગી શકે. જેટલો બને તેટલો ઓછો ડેટા માગવો અને છ મહિના સુધી જ આ માહિતીનો સંગ્રહ કરવો.

- બૅન્ક એકાઉન્ટને આધારકાર્ડ સાથે લિંક કરવું જરૂરી નથી, પરંતુ જો ગ્રાહક ચાહે તો ઓળખપત્ર તરીકે આધારકાર્ડ આપી શકે છે.
- સર્વોચ્ચ અદાલતે આધાર એક્ટની કલમ 57ને નાબુદ કરી હતી, જે મુજબ ખાનગી કંપનીઓ પણ આધારના ડેટા દ્વારા ખરાઈ કરી શકે, તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

- ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે જરૂરી પરમેનન્ટ અકાઉન્ટ નંબર (પાનકાર્ડ) સાથે આધારને લિંક કરવાને માન્ય રાખવામાં આવ્યું છે. આ ચુકાદો ત્રણ વિરુદ્ધ બે જજના ચુકાદાથી આપવામાં આવ્યો હતો.

- અન્ય ઓળખપત્રોનું અસ્તિત્વ અને માન્યતા યથાવત્ રહેશે.

- સ્કૂલમાં એડમિશન સમયે આધાર નંબર માગી ન શકાય. કોઈપણ બાળકને આધાર વિના સરકારી લાભ આપવાથી વંચિત ન રાખી શકાય.

સરકારી નોકરીમાં SC/ST પ્રમોશનને લઈને નિર્ણય રાજ્ય સરકાર લઈ શકે છે: સુપ્રીમ કોર્ટ

Wednesday, 26 September 2018 08:18 Written by

સુપ્રીમ કોર્ટમાં આજે ખુબજ મહત્વપૂર્ણ દિવસ છે. સરકારી નોકરીમાં પ્રમોશન મામલામાં આજે સુપ્રીમ કોર્ટે તેનો નિર્ણય જાહેર કર્યો છે. સરકારી નોકરીમાં પ્રમોશનમાં રાજ્ય સરકાર પર છોડ્યો નિર્ણય. સુપ્રીમ કોર્ટે જણાવ્યુ છે કે પ્રમોશનમાં અનામત આપવું જરૂરી નથી.

નિર્ણય સંભળાવતા જસ્ટિસ નરીમને કહ્યુ કે નાગરાજ મામલે સુપ્રીમ કોર્ટે આપેલો નિર્ણય યોગ્ય હતો. આથી આના પર ફરી વીચારણા કરવી યોગ્ય નથી. એટલેક ફરી 7 જજોની ખંડપીઠને મોકલાવવી જરૂરી નથી. રાજ્ય સરકાર ઈચ્છેતો સરકારી નોકરીમાં પ્રમોશનમાં અનામત આપી શકે છે. પ્રમોશન આપતા પહેલા આંકડા રજૂ કરવા પડશે.  એટલે કે જો રાજ્ય સરકાર ઈચ્છે તો આરક્ષણ આપી શકે છે અને ન ઈચ્છે તો આરક્ષણ ન આપે. કોર્ટે એવું પણ કહ્યું છે કે, પ્રમોશન માટે ડેટા ભેગો કરવો જરૂરી નથી

સુપ્રીમ કોર્ટે જણાવ્યુ છે કે એ સ્પષ્ટ છે કે નાગરાજ કેસમાં જે સંજોગો હતા તેવા હોવા જોઈએ. પણ એક રાહત એ છે કે રાજ્યના પછાત વર્ગના લોકો અને સરકારી નોકરીઓમાં ડેટા મેળવવો જરૂરી નથી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યની દલીલો સ્વીકારી લીધી છે.

સુપ્રીમ કોર્ટે આપેલા આ ચુકાદાને કેન્દ્ર સરકાર ઝાટકા સમાન લઈ શકે છે. આ પહેલા કેટલીયે વાર આ પક્ષમાં પોતાની દલીલ રજૂ કરી ચુકી છે. પહેલા પણ સરકારે SC/ST સમુદાયનો આક્રોશ ભોગવી રહી છે. એવામાં કોર્ટનો આ આદેશ સરકારની ચીંતામાં વધારો કરે તે સ્વાભાવીક છે. 2006માં સુપ્રીમકોર્ટે 5 જજોની સંવિધાન પીઠમાં સરકારી નોકરીઓમાં પ્રમોશન પર અનામત મામલે નિર્ણય આપ્યો હતો. એ વખતે કોર્ટે કેટલીક શરતો સાથે આ પ્રકારની વ્યવસ્થાને યોગ્ય ગણાવ્યો હતો. જો કે 12 વર્ષબાદ પણ નતો કેન્દ્રએ કે ન રાજ્ય સરકારે એ આંકડાઓ આપ્યા, પણ કેટલાક રાજ્યોમાં તો સરકારી પ્રમોશનમાં અનામતને લઈને કાયદો પસાર કરવામાં આવ્યો હતો

Popular News

નવી દિલ્હી: પી.એમ. નારેન્દ્ર મોદીએ બુધવારે ટ્વિટ કરી દેશવાસીઓને અપીલ…
આધારકાર્ડની અનિવાર્યતા અંગે સુપ્રીમ કોર્ટે બુધવારે શકવર્તી ચુકાદો આપ્યો હતો,…
સુપ્રીમ કોર્ટમાં આજે ખુબજ મહત્વપૂર્ણ દિવસ છે. સરકારી નોકરીમાં પ્રમોશન…
માત્ર બે કલાકમાં, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 971 સરકારી…