Wednesday, 24 July 2019 | Login
ઇરાન પર લગામ કસવા માટે ટ્રમ્પે સુન્ની મિત્ર દેશો સાથે મિત્રતા વધારી

ઇરાન પર લગામ કસવા માટે ટ્રમ્પે સુન્ની મિત્ર દેશો સાથે મિત્રતા વધારી

એજન્સી : વોશિંગ્ટન

અમેરિકા અખાતના છ આરબ દેશો, ઇજિપ્ત અને જોર્ડન સાથે ગઠબંધન કરશે

ઇરાન પર લગામ કસવા માટે તમામ પ્રકારના પ્રતિબંધ મુકીને તેને વૈશ્વિક વેપાર જગતમાં અલગ પાડી દેવા ઉપરાંત ટ્રમ્પ વહીવટીતંત્ર અન્ય ઉપાયો પર પણ કામ કરી રહ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્ર અખાતના છ આરબ દેશો, ઇજિપ્ત અને જોર્ડનની સાથે એક નવું સિક્યોરિટી અને પોલિટિકલ ગઠબંધન બનાવવાની દિશામાં કામ કરી રહ્યું છે. 

અમેરિકા અને આરબના અધિકારીઓ મુજબ આ પગલું આ વિસ્તારમાં ઇરાનની વગને ઘટાડવા માટે લેવામાં આવી રહ્યું છે. વ્હાઇટ હાઉસ આ દેશોની સાથે મિસાઇલ ડિફેન્સ, મિલિટરી ટ્રેનિંગ, આતંકવાદની સાથે લડાઇ ઉપરાંત ક્ષેત્રીય અર્થવ્યવસ્થા અથવા કૂટનીતિજ્ઞ સંબંધોને મજબૂત કરવા જેવા અન્ય મુદા પર સહયોગ ઇચ્છે છે. 

અમેરિકાના સુન્ની મુસ્લિમ સહયોગી દેશોના આ પ્રકારના નવા ગઠબંધનને 'આરબ નાટો'નું નામ આપવામાં આવી રહ્યું છે. આ પગલાથી ટ્રમ્પના શાસનમાં અગાઉથી જ ખરાબ ચાલી રહેલા અમેરિકા અને શિયાઓનો દેશ ઇરાનના સંબંધોમાં વધુ કડવાશ વધવાની આશંકા છે.

Source: NGS

About Author